પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર દશરથ પટેલને 4 દિવસના રિમાન્ડ

Wednesday 15th April 2026 06:17 EDT
 
 

અમદાવાદઃ બોપલના ગોધાવી ગામે રામજી મંદિરના પૂજારીના ખોટા વારસદારો ઊભા કરી બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર દશરથ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 4 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. પોલીસે દશરથ પટેલની શ્રીનાથજીથી ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ 8 ગુના નોંધાયેલા છે. પોલીસે દશરથ પટેલને કોર્ટમાં રજૂ કરી માગ કરી હતી કે, જમીન હડપ કરવા મુદ્દે સમગ્ર ગુનાઇત કૃત્યમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવાની હોવાથી તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવે.


comments powered by Disqus