કેનેડાના ઓન્ટારિયોમાં બેલેવિલે ખાતે આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પાંચમી એપ્રિલે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રસાદ પ્રવેશ સમારોહ રંગેચંગે યોજાયો હતો. નવા સંકુલમાં પ્રથમ વખત પ્રવેશ વેળા આ પ્રસંગ ઉજવાતો હોય છે. ઉલ્લેખનીય છે કે પ.પૂ. મહંત સ્વામી મહારાજ 1988માં બેલેવિલેની મુલાકાતે આવી ચૂક્યા છે.

