મહેસાણાઃ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકાયેલી નવી ડેવલપમેન્ટ પ્લાન (DP) અને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ સામે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસનાં 10 ગામોના લોકો એકજૂથ થયા છે. 9 એપ્રિલે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરાયો છે. આ સમગ્ર વિસ્તારને ‘ઇન્ડસ્ટ્રીયલ ઝોન’ જાહેર કરાતાં તાવડિયા, દેલા, ઉચરપી, રામપુરા, હેબુવા, શોભાસણ, કુકસ, લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરા અને રૂપાલ સહિતનાં 10 ગામોએ આરપારની લડાઈ લડવા કમિટીની રચના કરી છે.

