રણમાં ‘કિંગ’ ગણાતા ઘુડખર માટે ઠેર-ઠેર જળકુંડીઓ ભરાઈ

Wednesday 15th April 2026 06:16 EDT
 
 

સમીના આકરા ઉનાળામાં 4553 ચોરસ કિ.મી.ના નિર્જન રણના કોડધા ઘુડખર અભયારણ્યમાં વનવિભાગે ઘુડખર અને નીલગાય જેવાં વન્યજીવો માટે ઉનાળાને ધ્યાનમાં લઈ પીવાનું પૂરતું પાણી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરી છે. ખાસ રકાબી આકારની કુંડીઓ મૂકીને ઘુડખર માટે માઇક્રો-પ્લાનિંગ કરાયું છે. ઘુડખર અત્યંત શુષ્ક રણ વિસ્તાર માટે ઢળી ગયું છે. કચ્છના નાના રણમાં તેનો પ્રભાવ વધુ હોવાથી તેને “રણનો કિંગ” કહેવાય છે.


comments powered by Disqus