રાજકોટઃ રંગીલું રાજકોટ એક એવા નાણાકીય ભૂકંપનો અનુભવ કરી રહ્યું છે, જેના આંચકા આવનારા દિવસોમાં હજુ તીવ્ર બનશે. જાણીતી પેઢી ‘વડાલિયા ફૂડ્સ’ના માલિક દર્શન વડાલિયા સાથેની રૂ. 11 કરોડની છેતરપિંડી તો મહાકૌભાંડની માત્ર એક કડી હતી. રાજકોટ ક્રાઇમબ્રાન્ચ સમક્ષ અત્યાર સુધી 70થી 80 ભોગ બનનારા રડતી આંખે હાજર થયા છે અને છેતરપિંડીનો આંકડો રૂ. 70 કરોડને પાર કરી ગયો છે, જે રૂ. 200 કરોડ સુધી પહોંચવાની આશંકા છે. આ કૌભાંડના સૂત્રધાર વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ 12થી 18 ટકા વળતરની લાલચ આપી વડાલિયા પરિવાર સહિત અનેક વેપારીઓના કરોડો રૂપિયા પોતાની 3 પેઢીમાં રોકાવ્યા હતા.

