અમદાવાદઃ દેશના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સ્થળની મુલાકાત કરી પ્રથમ બુલેટ ટ્રેન સંચાલન અંગે મોટી જાહેરાત કરતાં કહ્યું, 2027માં પ્રથમ તબક્કામાં સુરત-બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરાશે જે દેશના હાઇસ્પીડ રેલવેયુગની ઐતિહાસિક શરૂઆત બનશે. કેન્દ્રીય રેલવેમંત્રીએ અશ્વિની વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનનાં કામોની મુલાકાત લઈને તેની સમીક્ષા કરી હતી. તેમણે સ્ટેશન ભવન, એપ્રોચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ ઈજનેરી કાર્યોનું નિરીક્ષણ પણ કર્યું હતું.

