લુપ્ત થવાના આરે ઊભેલા ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ’ (ઘોરાડ)ના કુળને નવો વારસદાર મળ્યો છે. અબડાસા તાલુકાના નલિયા અભયારણ્ય ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ હેઠળ વધુ એક બાળ ઘોરાડનો જન્મ થયો છે. રાહતની વાત એ છે કે, આ જીવ મોતને હાથતાળી આપીને સફળતાપૂર્વક 50 દિવસ પૂરા કરી ચૂક્યો છે. હાલ તે સંપૂર્ણ તંદુરસ્ત છે.

