જાપાન કચ્છ પાવરગ્રીડને અંદાજે રૂ. 4690 કરોડની ગ્રીનલોન આપશે

Wednesday 15th July 2026 04:47 EDT
 

ભુજઃ કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કથી ઉત્પન્ન વીજળીને દેશનાં અન્ય રાજ્યોમાં પહોંચાડવાની કવાયત તેજ બની છે. સરકારી ટ્રાન્સમિશન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને તેના મહત્ત્વાકાંક્ષી ખાવડા-નાગપુર હાઇવોલ્ટેજ ડાયરેક્ટ કરંટ પ્રોજેક્ટ માટે જાપાન બેન્ક ફોર ઇન્ટરનેશનલ કો.ઓપરેશન તરફથી 80 અબજ જાપાનીઝ યેન (લગભગ રૂ. 4690 કરોડ)ની જંગી ‘ગ્રીનલોન’ પ્રાપ્ત થઈ છે.
કચ્છના રણમાં આવેલા ખાવડા રિન્યૂએબલ એનર્જી નાગપુર પાર્કથી મહારાષ્ટ્ર સુધી આશરે 1200 કિ.મી. લાંબી પાવર ટ્રાન્સમિશન લાઇન નખાઈ રહી છે. આ પ્રોજેક્ટ પાવરગ્રીડની 100 ટકા માલિકીની પેટાકંપની ખાવડા વી.એ. પાવર ટ્રાન્સમિશન લિ. દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. તેનાં ટર્મિનલ સ્ટેશનો, ડિઝાઇન અને નિર્માણનો મહત્ત્વનો કોન્ટ્રાક્ટ ભારતની BHEL અને હિટાચી એનર્જી ઈન્ડિયાના કન્સોર્ટિયમને સોંપવામાં આવ્યો છે.


comments powered by Disqus