પોરબંદરઃ ધરમપુર ગામ નજીક ભારતીય નેવીનું અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ક્રેશ થયું. નેશ વિસ્તારમાં UAV અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ નુકસાન નથી. પ્રાથમિક માહિતી મુજબ નેવીનું UAV નિયમિત ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું. ટેકનિકલ ખામી, હવામાનની અસર કે અન્ય કયા કારણસર તે ક્રેશ થયું તે અંગે તપાસ ચાલી રહી છે. ડ્રોન નીચે પટકાયાનો જોરદાર અવાજ સાંભળતાં સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભારતીય નેવી, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

