અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અમદાવાદ જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા અંતર્ગત 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિનો ભક્તિસભર પ્રારંભ થયો. મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા બાદ નેત્રોત્સવ વિધિ કરાઈ હતી. આ વખતે ભગવાન ગુલાબી મખમલના રજવાડી વાઘામાં નગરચર્યાએ નીકળશે, જેના અગ્રભાગે 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા અને 18 ભજનમંડળી રહેશે. સાધુસંતો-ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસી ભાઈ રથ ખેંચશે.

