મહેસાણાઃ સતલાસણા તાલુકાની મોટા કોઠાસણા પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન દર્દીઓ માટે તૈયાર કરાયેલી ‘ઓલ ઇન વન સ્ટ્રેચર’ કૃતિના કારણે જ્યોતીન્દ્રપાલસિંહ ચૌહાણને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. વર્ષ 2022માં નેશનલ ઇન્સપાયર એવોર્ડ મેળવનારો જ્યોતીન્દ્રપાલે જાપાનના ટોકિયો શહેરમાં યોજાનારી ઇન્સપાયર માનક શકુરા સાયન્સ હાઇસ્કૂલ પ્રોગ્રામમાં ભાગ લઈ પોતાની શોધ વિશ્વ સમક્ષ મૂકી. 4 વર્ષ પહેલાં ધોરણ-8માં અભ્યાસ કરતા જ્યોતીન્દ્રપાલે વિકસાવેલી કૃતિ તેની ઉપયોગિતાના કારણે ચર્ચામાં છે. હાલ ધોરણ-12માં અભ્યાસ કરતા જ્યોતીન્દ્રને જાપાન પ્રવાસ દરમિયાન વિશ્વસ્તરના ઇનોવેશન વિશે જાણવાની તક મળી.

