મેઘરાજાને રિઝવવા ગિરનારની 36 કિમીની દૂધધારા પરિક્રમા

Wednesday 15th July 2026 04:47 EDT
 
 

જૂનાગઢના ગિરનાર પર્વત પર 75 વર્ષથી અવિરત ચાલતી દૂધધારા પરિક્રમાનો જેઠ વદ અગિયારસના દિવસે વિધિવત્ યોજાઈ હતી. એક દિવસ માટે યોજાતી 36 કિ.મી.ની આ દૂધધારા પરિક્રમા દરમિયાન 100 લિટરથી વધુ દૂધ દ્વારા અભિષેક કરાયો હતો. ગિરનાર જંગલ વિસ્તાર અભયારણ્ય હોવાથી વનવિભાગના
નિયમો અનુસાર આ પરિક્રમા મર્યાદિત સંખ્યામાં અને ચુસ્ત સુરક્ષા વચ્ચે પગપાળા પૂર્ણ કરાય છે. શ્રદ્ધાળુઓમાં દૃઢ માન્યતા છે કે આ પરિક્રમાથી ગિરનારમાં મેઘરાજા મન મૂકીને વરસે છે.


comments powered by Disqus