વડોદરાના આજવા ખાતે બનશે હાઈટેક ‘વાઈલ્ડ લાઈફ સફારી પાર્ક’

Wednesday 15th July 2026 05:32 EDT
 
 

વડોદરાઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ કોરિડોરમાં ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટૂરિઝમ સર્કિટના ભાગરૂપે આજવા વાઇલ્ડ લાઇફ સફારીપાર્કનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટને મંજૂરી મળી જતાં આગામી દોઢ-બે વર્ષમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે.
વડોદરા શહેરથી આશરે 20 કિલોમીટર દૂર આજવા ખાતે આશરે 150 એકર જમીન પર વાઇલ્ડ લાઇફ સફારીપાર્ક બનાવવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવ સંરક્ષણ, પર્યાવરણીય શિક્ષણ અને પ્રવાસનને વેગ આપવાનો છે. અગાઉ આ પ્રોજેક્ટ PPP ધોરણે આપવાનું વિચારાયું હતું, પરંતુ તેમાં સફળતા ન મળતાં હવે વડોદરા મહાનગરપાલિકા પોતે જ આ પ્રોજેક્ટનું કામ આગળ ધપાવી રહી છે.
આ સફારીપાર્કમાં માત્ર ભારતીય જ નહીં, વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં વડોદરામાં સયાજીબાગ ઝૂ આવેલું છે, પરંતુ તેને હવે એક્સપાન્ડ કરી શકાય તેમ નથી.


comments powered by Disqus