ગાંધીનગરઃ ઓમાનના દરિયામાં સલાયાનું માલવાહક જહાજ ‘મહેબૂબ એ બુખારી’ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસી પૈકી 2નાં મોત થયાં છે, જ્યારે 12 ખલાસીને બચાવી લેવાયા છે. જહાજ 3 જુલાઈએ દુબઈથી કાર્ગો ભરીને જીબુટી રવાના થયું હતું, જે ખરાબ હવામાનના કારણે ઓમાનના દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આખરે ટંડેલે તમામ ક્રૂ મેમ્બરને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.
