સોમનાથ અસ્થિ પધરાવવા જતાં અકસ્માતઃ 4નાં મોત

Wednesday 15th July 2026 05:21 EDT
 
 

જૂનાગઢઃ સોમનાથ ખાતે અસ્થિ પધરાવવા જતા બનાસકાંઠાના પરિવારની કાર જૂનાગઢના મજેવડી ગામે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘાયલો પૈકી બેની હાલત અતિગંભીર છે. આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. મળતી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાનો આ પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે કારમાં સોમનાથ તરફ જઈ રહ્યો હતો.


comments powered by Disqus