હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ

Wednesday 15th July 2026 05:43 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુની સ્પેશિયલ કોર્ટે લશ્કર-એ-તોઇબાના આતંકી હાફિઝ સઇદ વિરુદ્ધ પહલગામ આતંકી હુમલાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું છે. કોર્ટે કહ્યું કે, નિષ્પક્ષ તપાસ માટે હાફિઝ સઇદને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી પડશે.
6 જુલાઈએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહલગામ હુમલાને લઈને પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે, બૈસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલાનું કાવતરું હાફિઝ સઇદે જ રચ્યું હતું. NIAએ હાફિઝ પર ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લગાવ્યો છે. 22 એપ્રિલ 2025એ આતંકીઓએ પહલગામની બૈસરન ઘાટીમાં ગોળીબાર કર્યો હતો, જેમાં પ્રવાસીઓનો ધર્મ પૂછીને તેમની હત્યા કરાઈ હતી. હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.


comments powered by Disqus