IRCTC કેસઃ લાલુ, રાબડી, તેજસ્વી સામે આરોપ ઘડવા આદેશ

Wednesday 16th September 2026 07:11 EDT
 
 

નવી દિલ્હીઃ IRCTC હોટેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની એક અદાલતે પૂર્વ રેલવેમંત્રી લાલુપ્રસાદ યાદવ વિરુદ્ધ આરોપ નક્કી કરવા આદેશ કર્યા છે. આ કેસમાં રાબડીદેવી, તેજસ્વી યાદવ અને લારા પ્રોજેક્ટ્સ પણ આરોપી છે. કોર્ટે આ તમામ ઉપરાંત વધુ 4 સામે આરોપો આરોપ ઘડવા ફરમાવ્યું છે. આ કેસ લાલુપ્રસાદ રેલવેમંત્રી હતા તે સમયનો છે. અદાલતે આ કેસમાં લાલુપ્રસાદે તેમના પદનો દુરુપયોગ કર્યાને મુદ્દે ઊંડી શંકા વ્યક્ત કરી છે. અદાલતનું માનવું છે કે રેલવે અધિકારીઓએ ટેન્ડર પ્રક્રિયામાં હેરફેર કરી હતી.


comments powered by Disqus