અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુ મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. શ્રદ્ધાળુઓના ધસારાને જોતાં આ વખતે મોહનથાળના 1000 ઘાણમાંથી 40 લાખ પેકેટ બનાવાશે. આ અંગે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રસાદ બનાવવાનો પ્રારંભ નારીશક્તિના હસ્તે કરાયો હતો. મહામેળા દરમિયાન 40 લાખ પેકેટ તૈયાર કરવાનું લક્ષ્ય રખાયું છે, જે બગડે નહીં એટલે દૂધનો નહીં શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે.

