કંડલાઃ કચ્છના અખાતમાં કંડલા ઓટીબીથી 14 નોટિકલ માઇલ દૂર કોલસો ભરેલું એક વિશાળ માલવાહક જહાજ અન્ય માલવાહક જહાજ સાથે ટકરાતાં જળસમાધિ ડૂબવવા લાગતાં પોર્ટ પ્રશાસન, શિપિંગ મિનિસ્ટ્રી અને કોસ્ટગાર્ડમાં ભારે દોડધામ મચી હતી. એમવી કેમેક્સ એમ્પેરેર નામનું કોલસા ભરેલું જહાજ કંડલા આઉટર તુણા બોયના એન્કરેજ એરિયા તરફ આવી રહ્યું હતું, ત્યારે એમવી ટ્રુ મરિનર સાથે ટકરાયું હતું. આ ટક્કરના પગલે કોલસો ભરેલા જહાજને ભારે નુકસાન થયું અને તેના એન્જિન રૂમ સહિતના ભાગોમાં પાણી ભરાવાનું શરૂ થતાં તે ડૂબવા લાગ્યું હતું, જેમાં સવાર 21 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું હતું.
