દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે શ્રાવણી અમાવસ્યાના પાવન અવસરે પરંપરાગત મલ્લકુસ્તી મેળાનું આયોજન કરાયું હતું. વર્ષોથી ચાલતી આ પરંપરાને જાળવી રાખતા યોજાયેલા મેળામાં આસપાસના વિસ્તારોથી મોટી સંખ્યામાં કુસ્તીપ્રેમીઓ હાજર રહ્યા હતા. મલ્લકુસ્તી મેળામાં દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ ઉપરાંત જામનગર તથા પોરબંદરના કુસ્તીબાજોએ પણ ભાગ લીધો હતો. અખાડામાં એકબીજા સામે બાથ ભીડાવી મલ્લોએ પોતાની શારીરિક તાકાત અને કુસ્તીની કળાનું પ્રદર્શન કર્યું હતું.

