સુરતઃ રાંદેર ખાતે ગણેશજીની પ્રતિમા વેચતા એક મૂર્તિકાર પરિવારની 200થી વધુ ગણેશ પ્રતિમા વેચાયા વગર જ રહી ગઈ હતી. પ્રતિમાઓ વેચાયા વગર રહી જતાં પરિવાર ઘેરી ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા વડોદરાના સ્મિત ઠાકુર અને સુરતના દીક્ષિત ત્રિવેદીની નજર હતાશ પરિવાર પર પડી હતી. બંને મિત્રોએ માનવતાના ધોરણે તમામ પ્રતિમા ખરીદી લીધી હતી. સ્મિત ઠાકુરે આ પરિવાર પાસેથી અંદાજિત રકમ જાણીને વ્યવસ્થા કરી હતી. તેમણે પ્રતિમા ખરીદીને જ નહીં, પરંતુ ભગવાનનું સન્માન જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરી હતી.
