નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના 81 વર્ષીય બાળપણના મિત્ર અસગરઅલી વ્હોરાએ 8 સપ્ટેમ્બરે તેમની મુલાકાત લઈ જૂના મિલકત વિવાદ મામલે સીબીઆઈ (CBI) તપાસની માગ કરી. તેમણે ગુજરાતના વડનગરની બી.એન. સ્કૂલમાં વડાપ્રધાન મોદી સાથે અભ્યાસ કર્યો હતો. મુંબઈ ભાજપના નેતા અને મીરાં-ભાયંદરના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની કંપનીઓ ‘સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ’ અને ‘સ્વયં બિલ્ડર્સ’ની કામગીરીના કારણે, અસગરઅલી વ્હોરાએ પોતાની જમીન બચાવવા માટે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદની વિનંતી કરી છે. વ્હોરા છેલ્લાં 40 વર્ષથી પોતાની જમીનના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે.

