ટીએમસીના 20 બાગી સાંસદો પૈકી 17 ભાજપમાં જોડાવાની અટકળો

Wednesday 16th September 2026 07:11 EDT
 
 

નવી દિલ્હીઃ ટીએમસીના બાગી સાંસદ જગદીશચંદ્ર વર્મા બાસુનિયાએ દાવો કર્યો કે એનસીપીઆઈ સાથે જોડાયેલા 20 પૈકી 17 લોકસભા સાંસદ દુર્ગા પૂજા આસપાસ ભાજપમાં સામેલ થશે.
બાસુનિયાએ કહ્યું, અમે 17 સાંસદો એકસાથે ભાજપમાં જઈ રહ્યા છીએ. સંખ્યા 2/3થી વધુ હોવાથી પક્ષપલટા વિરોધી કાયદો લાગુ નહીં થાય. બીજી તરફ સાંસદ અબુ તાહરા ખાને પણ કહ્યું, ‘અમે ભાજપમાં નહીં જઈએ. એનડીએમાં પણ નહીં જઈએ.’ બાસુનિયાએ કહ્યું હતું કે તાહરા, ખલીલુર રહમાન અને યુસુફ પઠાણ એનડીએને બહારથી સમર્થન આપશે. બંગાળ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ કહ્યું, જ્યાં સુધી મને ખબર છે, ટીએમસી કે એનસીપીઆઇમાંથી કોઈ ભાજપમાં સામેલ થઈ રહ્યું નથી.
એનસીપીઆઈ અને એનડીએને સમર્થન આપવાની જાહેરાત બાદ ટીએમસીએ તેમની સભ્યતા રદ કરવાની માગ કરી છે. લોકસભા સચિવાલયે 26 ઓગસ્ટે નોટિસ આપી હતી.


comments powered by Disqus