રાજ્યમાં એક વર્ષમાં બીમારીથી 62 સિંહનાં મોત

Wednesday 16th September 2026 06:27 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં એક વર્ષમાં 62 સિંહોના ન્યૂમોનિયા, પેરાલિસિસ, કિડની ફેલ્યોર સહિતની બીમારીથી મોત થયાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં 17 સિંહ, 17 સિંહણ, 28 બચ્ચાંનો સમાવેશ થાય છે. વર્ષ 2025ની સ્થિતિએ ગુજરાતમાં સિંહોની વસ્તી 891 છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં વનવિભાગે માહિતી આપી છે કે, છેલ્લા એક વર્ષમાં સિંહોમાં સેપ્ટિસિમિયા, ન્યૂમોનિયા, હેમોરેજિક ન્યૂમોનિયા, એનિમિયા, કિડની ફેલ્યોર, મલ્ટિ ઓર્ગન ફેલ્યોર, પેરાલિસીસ, ગેસ્ટ્રો એન્ટિરિટિસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર, એન્સાઇટી, બ્રોન્કો ન્યૂમોનિયા, સેપ્ટિશોક જેવી બીમારીઓ જોવા મળી છે. જેમાં કુલ 62 સિંહોનાં મોત થયાં છે.


comments powered by Disqus