રાજ્યમાં સેમિકંડક્ટર ક્ષેત્રે 13 બિલિયન ડોલરથી વધુનું રોકાણ, 6 પ્રોજેક્ટને મંજૂરી

Wednesday 16th September 2026 06:27 EDT
 
આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન પ્રિન્સ રહીમ આગા ખાન-5એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
 

અમદાવાદઃ રાજયમાં 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનનાં 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લાં 5 વર્ષમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે, જેમાં સેમિકંડક્ટર ક્ષેત્રમાં સૌથી નોંધપાત્ર સિદ્ધિ છે. રાજ્યમાં સેમિકંડક્ટર ક્ષેત્રે 13.66 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ આવ્યું છે. ભારત સરકાર દ્વારા મંજૂર કરેલા કુલ 12 સેમિકંડક્ટર પ્રોજેક્ટ પૈકી 6 પ્રોજેક્ટ ગુજરાતમાં છે.
આ આંકડો માત્ર રોકાણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, ડિઝાઈન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની વધતી ક્ષમતાનો પુરાવો છે. ગુજરાતમાં સેમિકંડક્ટર ઇકોસિસ્ટમનું સૌથી મહત્ત્વપૂર્ણ કેન્દ્ર સાણંદ અને ધોલેરા બની રહ્યાં છે. સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીની DRAM અને NAND મેમરી ચિપ્સ માટેની અત્યાધુનિક ATMP સુવિધા કાર્યરત્ છે. આ ઉપરાંત સાણંદમાં સીજી પાવર, રેનેસાં અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સની અદ્યતન OSAT સુવિધા તેમજ કેઇન્સ સેમિકોનની હાઇએન્ડ ચિપ પેકેજિંગ આધારિત OSAT સુવિધા પણ વ્યાવસાયિક ધોરણે કાર્યરત્ છે. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં પ્રથમ વ્યવસાયિક સેમિકંડક્ટર ફેબનું નિર્માણ કરાઈ રહ્યું છે. અહીં 110થી 28 નેનોમીટર પ્રોસેસ નોડ્સનો ઉપયોગ કરીને CMOS લોજિક ચિપ્સનું ઉત્પાદન કરાશે. અહીં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા પ્રથમ વ્યાવસાયિક મિનિ, માઈક્રો એલઈડી ડિસ્પ્લે ફેબ્રિકેશન તથા પેકેજિંગ યુનિટ પણ વિકસાવાઈ રહ્યું છે.


comments powered by Disqus