લઠ્ઠાકાંડનો દારૂ વાપરીને મિત્રની હત્યાઃ લઠ્ઠાકાંડના મૃતકની સંખ્યા 14 થઈ

Wednesday 16th September 2026 06:27 EDT
 
 

ભાવનગરઃ થોડા સમય પહેલાં ભાવનગરમાં નકલી વિદેશી દારૂ રોયલ સ્ટેગ દારૂ પીને 13 લોકો મોતને ભેટ્યા હતા, તેમાં એકનો વધારો થયો છે. આનંદનગર વિસ્તારમાં ધંધાકીય અદાવતમાં મૂકેશ પટેલ નામના રિક્ષાચાલકે તેના જ મિત્ર ભાવેશ વિસાણીને લઠ્ઠાકાંડવાળી જ નકલી રોયલ સ્ટેગ આપી. બાદમાં આ ઝેરી દારૂ પીતાં તેની તબિયત લથડી અને તેનું મોત નીપજ્યું. મૂકેશે પીવડાવેલા નકલી દારૂથી ભાવેશને 25થી વધુ ઊલટી થઈ, છતાં પોલીસને ન કહેવા મૂકેશે દબાણ કર્યું હતું. આખરે ભાવેશનું હોસ્પિટલમાં મોત થતાં લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 14એ પહોંચ્યો છે.


comments powered by Disqus