થાનના પ્રાચીન અને સુપ્રસિદ્ધ તરણેતરના મેળાનો વરસાદ સાથે 14 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો. પ્રથમ દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના શિખર પર બાવન ગજની ધજા અર્પણ કરાઈ હતી. આ વર્ષે ‘સોડમ પુરાતન પાંચાળની’ થીમ સાથે યોજાઈ રહેલા આ મેળામાં લોકસંગીત, રાસ-ગરબા, લોકસંસ્કૃતિના રંગ વચ્ચે રમતગમતનો ઉત્સાહ પણ જોવા મળ્યો.

