અંકલેશ્વરઃ ભરૂચ માટે મહત્ત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બની છે, જેના માટે જરૂરી 80 ટકા એટલે કે 642 હેક્ટર જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. જે અંતર્ગત ખાતેદારોને રૂ. 400 કરોડ ચૂકવી દેવાયા છે. આ યોજના દક્ષિણ ગુજરાતના સામાજિક-આર્થિક ઉત્થાન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ભાડભૂત પ્રોજેક્ટના અમલથી દરવર્ષે અંદાજે રૂ. 1000થી 1200 કરોડનો ફાયદો થવાનો અંદાજ છે. પ્રક્રિયામાં રાજ્ય સરકારે ખેડૂતકલ્યાણ અને હિતલક્ષી અભિગમ અપનાવી ‘સહમતી એવોર્ડ’ જાહેર કર્યો હતો.
