અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી છેલ્લાં 3 વર્ષમાં 310 કિલો સોનું ઝડપાયું છે, જેનું મૂલ્ય રૂ. 200 કરોડ છે. 3 વર્ષમાં ગોલ્ડ સ્મગલિંગના કુલ 589 કેસ નોંધાયા છે. આમ ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. 2023ની સરખામણીએ વર્ષ 2025માં ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023માં ગોલ્ડ સ્મગલિંગના 274, 2024માં 250 અને 2025માં 65 કેસ નોંધાયા હતા. કસ્ટમ્સ વિભાગે કહ્યું કે, તેઓ સ્મગલિંગ માટેના રૂટ પર નજર રાખી રહ્યા છે.

