આણંદની 8 કોલેજના 30 પ્રોફેસર ઇસરોમાં જ્ઞાન મેળવશે

સ્પેસમાં ઉપયોગી ચિપ-ડિઝાઈનનો અભ્યાસ કરશે

Wednesday 29th April 2026 06:08 EDT
 

આણંદઃ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા મલ્ટિ ડિસિપ્લિનરી એપ્લિકેશન ઓફ સેમિકંડક્ટર ટેક્નોલોજી યુઝિંગ ઇડીએ ટૂલ્સ વિષય પર 5 દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરાઈ હતી. સેમિકંડક્ટર ઇકો સિસ્ટમ, ભારતનું સેમિકંડક્ટર મિશન, સેમિકંડક્ટર ઉપકરણો, સેન્સર ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો પર 8 જેટલા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા રોજ 3 વ્યાખ્યાન યોજવામાં આવ્યાં હતાં. આ પ્રોગ્રામમાં 8 કોલેજના 30 ફેકલ્ટી મેમ્બર્સે ભાગ લીધો હતો.
આ એફડીપી દરમિયાન ફેકલ્ટીઓ દ્વારા અમદાવાદ ખાતે ઇસરોની મુલાકાત લેવાશે. જેમાં ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા મેન્યુફેક્ચર સેન્સર, સેટેલાઇટ ઇલેક્ટ્રોનિક્સ, સેમિકંડક્ટર
ચિપ અને સ્પેસમાં ઉપયોગી વિવિધ ચિપ અને તેની ડિઝાઇન વિશેની જાણકારી અપાશે. તેમજ એક સામાન્ય ચિપ અને
સ્પેસમાં ઉપયોગમાં લેવાતી ચિપ વચ્ચેના તફાવત વિશે પણ માહિતગાર કરાશે.


comments powered by Disqus