આતંકીઓનું આરએસએસ નેતાઓ પર હુમલાનું ષડયંત્ર હતું

Wednesday 29th April 2026 06:09 EDT
 
 

અમદાવાદઃ ભારતમાં ‘ગઝવા-એ-હિન્દ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન પઠાણ અને મુંબઈનો મુરશીદ સંખ્યાબંધ વ્હોટ્સએપ એકાઉન્ટમાં એક્ટિવ હતા. આરોપીઓએ 12થી 13 સભ્યોના વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યાં હતાં. ગ્રૂપમાં રહેલા તમામ સભ્યોની વિગત એકઠી કરાઈ રહી છે, જેમાં દેશવિરોધી કટ્ટર માનસિકતા ધરાવતા ઘણા ગુમરાહ લોકોની પૂછપરછ માટે તૈયારી કરાઈ રહી છે, જેમાંથી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
12-13 વ્હોટ્સએપ ગ્રૂપ એક્ટિવ
બંનેના ફોનથી કટ્ટર વિચારો વાઇરલ કરવા 12-13 વ્હોટ્સએપ ગ્રૂપ એક્ટિવ હતાં. મોબાઇલથી આવાં ઘણાં ગ્રૂપના સભ્યોની વિગતો પોલીસને મળી છે. સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ પર દેશના ચોક્કસ નેતાઓ અને RSSના લોકો પર હુમલા અને દેશ સામે યુદ્ધ છેડવાના મેસેજ સહિત ઘણું વિવાદાસ્પદ સાહિત્ય પણ વાઇરલ કરાયું હતું, જેની તપાસ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનો તથા સીરિયાના ISIS અને અન્ય સંગઠનોને ફોલો કરી તેમના વીડિયો તથા મેસેજ જુદા-જુદા ગ્રૂપમાં વાઇરલ કરાઈ રહ્યા હોવાની વિગતો ATSને મળી હતી.


comments powered by Disqus