ડબલાંવાળા પીરની અનોખી કહાણી

Wednesday 29th April 2026 06:09 EDT
 
 

રાજકોટ નજીક આવેલા શાપરમાં એક એવી દરગાહ પણ છે જ્યાં માનતા પૂરી થયા બાદ લોખંડનાં ડબલાં અને અન્ય ચીજવસ્તુ ચડાવાય છે. એટલે જ તો આ સ્થાનક ‘ડબલાંવાળા પીરની દરગાહ’ તરીકે ઓળખાય છે. વર્ષ 1985માં વિસ્તારનાં વર્ષો અગાઉ એક ઓલિયા ગામમાંથી લોટ અને રોટલા એકત્રિત કરી પશુઓને ખવડાવતા, પોતે ખાતા નહીં.  10 ઓક્ટોબર 1985માં તેમના અવસાન બાદ ભંગળશા પીરની દરગાહની બાજુમાં જ તેમને દફનાવાયા, જ્યાં અત્યારે એક દરગાહ ઊભી છે. લોખંડની ધાતુ પ્રત્યે અપાર સ્નેહ ધરાવતા આ હઝરત હાજી મસ્તાન પીરની મઝાર પર એટલે જ આસ્થાળુઓ લોખંડના ડબલાં ચડાવે છે.


comments powered by Disqus