આણંદઃ વલ્લભ વિદ્યાનગરસ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) સાથે સંકળાયેલ છે, તેના મિકેનિકલ એન્જિનિયરિંગના દ્વિતીય વર્ષના વિદ્યાર્થી કેડેટ જયવીરસિંહ જાડેજાની પ્રતિષ્ઠિત NCC યૂથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP) યુનાઇટેડ કિંગડમ માટે પસંદગી થઈ છે.
વિશેષ વાત એ છે કે, તેઓ ગુજરાત ડિરેક્ટોરેટથી YEP-UK ડેલિગેશન માટે પસંદ થયેલા એકમાત્ર કેડેટ છે. કેડેટ જયવીરસિંહ જાડેજાએ પ્રજાસતાક દિવસ કેમ્પ 2026માં દિલ્હી ખાતે પોતાની ઉત્કૃષ્ટ આવડત રજૂ કરી હતી, ઉપરાંત પૂર્ણાહુતિ સમારંભનું સંચાલન પણ કર્યું હતું. કેડેટ જયવીરસિંહ જાડેજાને એનસીસીના સર્વોચ્ચ સન્માન ડીજી કમેન્ડેશન કાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ 25 જૂન 2026થી 16 જુલાઈ 2026 દરમિયાન યુકે ખાતે ગુજરાત એનસીસી તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ બદલ CVM ચેરમેન એન્જિનિયર ભીખુભાઈ પટેલ, BVM પ્રિન્સિપાલ ડો. વિનય પટેલ, 38 ગુજરાત બટાલિયન NCCના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અખિલ, એડમ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ અનિલ મહેરા, ANO લેફ્ટનન્ટ જી.બી. રાઠોડ, CTO પ્રોફ. ઉર્વશી ગોહિલ, PI સ્ટાફ તથા સિનિયર મેન્ટર કેડેટ્સ દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી.

