ભુજમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીનું ગળું કાપનારા બંને હત્યારાને આજીવન કેદ

Wednesday 29th April 2026 06:09 EDT
 
મૃતક સાક્ષી અને હત્યારો મોહિત
 

ભુજઃ સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય છાત્રાનું એકતરફી પ્રેમીએ ગળું કાપી હત્યા નીપજાવી દીધી હતી. જે ઘટનાના જિલ્લા સહિત રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. આ ચકચારી હત્યા કેસમાં બનાવના 8 મહિના બાદ ભુજ સેશન્શ કોર્ટે બંને આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 25-25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. કેસમાં સાથી વિદ્યાર્થિનીઓની જુબાની મહત્ત્વપૂર્ણ રહી.
19 વર્ષીય સાક્ષીની 28 ઓગસ્ટ 2025એ ગળું કાપી હત્યા કરી દેવાઈ હતી, જે મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગાંધીધામના આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરા અને મેઘપર બોરીચીના આરોપી જયેશ જયંતીજી ઠાકોર સામે ગુનો દાખલ કરાયો હતો. હતભાગી છાત્રા ભુજમાં સંસ્કાર કોલેજમાં બી.સીએ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ભાનુશાળી કન્યા છાત્રાલયમાં રહેતી હતી. એકતરફી પ્રેમી મોહિતે છાત્રાને ભુજથી અભ્યાસ મૂકી ગાંધીધામ આવી જવા ધમકી આપી હતી, જેથી સાક્ષીએ આરોપીના નંબર બ્લોક કરી દીધા હતા. આ બાબતે મનદુઃખ રાખી તેની હત્યા કરી દેવાઈ હતી.


comments powered by Disqus