મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બનીઃ ભાજપ ઉમેદવારના ભાણાની છરી ઝીંકી હત્યા

Wednesday 29th April 2026 06:08 EDT
 
 

મહેસાણાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ પહેલાં જ 25 એપ્રિલે મહેસાણાના મનપા વોર્ડ-4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. મહેસાણાના તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે 24 એપ્રિલે 12.40 વાગ્યે અથડામણ થઈ હતી.
વોર્ડ-4માં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરી પર કોંગ્રેસના ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત 4 શખ્સોએ છરી, લાકડીઓ અને પાઇપથી હુમલો કર્યો હતો.
મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત
કોંગ્રેસ ઉમેદવારના પતિ અને તેમના મળતિયાઓના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઇજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા છે.
હત્યા પાછળ ચૂંટણીની અદાવત
મહેસાણા એ-ડિવિઝન પોલીસે વિવિધ કલમો હેઠળ હત્યા અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે FSLની મદદ લઈ ઘટનાસ્થળનું પંચનામું કર્યું છે. આ ઘટનાને પગલે પોલીસે CCTV અને CDRના આધારે તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ ચૂંટણીની અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.


comments powered by Disqus