રાજકોટના વધુ એક ગેમઝોનમાં આગઃ અફરાતફરી સર્જાઈ

Wednesday 29th April 2026 06:09 EDT
 

રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં રવિવારે અચાનક સ્પાર્ક થતાં અફરાતફરી સર્જાઈ હતી. અગાઉની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની યાદ તાજી થતાં પરિવાર અને બાળકો સાથે આવેલા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ જતાં અને ફાયર સિસ્ટમ કાર્યરત થતાં જાનહાનિ ટળી હતી. ઘટના સમયે ગેમઝોનમાં હાજર યુવકે જણાવ્યું હતું કે, બાળકો રમતાં હતાં ત્યારે અચાનક ટ્રેમ્પોલીન પાસે આગ લાગી હોવાની બૂમો સંભળાઈ હતી. આખા પરિસરમાં ધુમાડો ફેલાતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાં હાજર કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને CO2ના બાટલા વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus