રૂ. 1.10 કરોડના સોના-ચાંદીના પાર્સલની લૂંટ

Wednesday 29th April 2026 06:08 EDT
 
 

બાયડઃ મોડાસાના સાયરા પાસે વાવકંપા જતા રોડ પર રાત્રે 4 શખ્સોએ ગણેશ ટ્રાન્સપોર્ટની ટ્રક રોકીને ચેક કરવાના બહાને ડ્રાઇવર સીટની પાછળ મૂકેલા રૂ.1.10 કરોડ કરતાં વધુના સોના-ચાંદીનાં ઘરેણાંના પાર્સલની લૂંટ કરાઈ હતી. આ અંગે ટ્રક માલિકે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. અમદાવાદના ગણેશ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ઓફિસથી કાપડનાં કાર્ટન તેમજ અન્ય 40 બોક્સ અને 20 જેટલા જ્વેલર્સ વેપારીઓનાં સોનાનાં પાર્સલ નંગ 18 તથા ચાંદીનાં પાર્સલ નંગ 2 ભરીને અમદાવાદથી ડુંગરપુર જઈ રહ્યા હતા.


comments powered by Disqus