ભુજઃ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ વતી ફિશિંગ બોટમાં ભારતમાં કરોડોના હેરોઇનની ડિલિવરી આપવા આવતા 6 શખ્સ ATSના હાથે ઝડપાઈ ગયા હતા, જેમને ભુજ NDPS કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આ ચુકાદામાં નોંધ્યું હતું કે, ભારતના યુવાનોને નિશાન બનાવી ગંભીર વ્યસનમાં ધકેલવાનું કાર્ય સામાન્ય કૃત્ય ગણી શકાય નહીં. આ કાવતરું ભારતમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો સપ્લાય કરી રાષ્ટ્રીય માળખાને નબળું પાડવાની સુનિયોજિત વ્યૂહરચનાનો એક ભાગ હતું.

