કેનેડામાં આણંદના ઓડ ગામના યુવકનું કાર અકસ્માતમાં મોત

Wednesday 17th June 2026 05:56 EDT
 
 

આણંદઃ જિલ્લાના ઓડ શહેરના 21 વર્ષીય વતની દિવ્યકુમાર પટેલનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ મૂળ ઓડ શહેરના પૂર્ણિમા ચોકના રહેવાસી અને હાલ આણંદ ખાતે રહેતા કિરણભાઈ કનુભાઈ પટેલના પુત્ર હતા.
આ દુર્ઘટના 9 જૂને કેનેડામાં ફ્રેન્ચ નદી પાસે હાઇવે-69 પર બની હતી. દિવ્યકુમાર પોતાની ગાડી લઈને કોલેજમાં ડિગ્રી લેવા જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ગંભીર હતો કે દિવ્યકુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાડીમાં સવાર તેમના અન્ય બે મિત્રોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા.
ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે વિદેશ ગયેલા યુવકના અકાળે અવસાનથી ઓડ અને આણંદમાં વસતા તેમના પરિવારજનો અને સગાંસંબંધીઓમાં શોકનો માહોલ છે. પુત્રની ડિગ્રી મેળવવાની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.


comments powered by Disqus