ટેબલ પર ઠાઠથી બેઠો દીપડો અને માલિકના ઊડ્યા હોશ

Wednesday 17th June 2026 05:56 EDT
 
 

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીનાં ગાઢ જંગલોમાંથી સામાન્ય રીતે રાત્રે અંધકારમાં શિકારની શોધમાં નીકળતો દીપડો નરોલીના ટેકરી ફળિયા વિસ્તારમાં ભરબપોરે દેખાતા સનસનાટી મચી ગઈ. ખેડૂત યોગેશભાઈ સોલંકીની વાડીના શેડમાં ટેબલ પર આ દીપડો પોતાનું સામ્રાજ્ય હોય તેમ બિન્ધાસ્ત અદામાં ગોઠવાઈ ગયો હતો. બપોરે અંદાજે 3 વાગ્યે વાડીમાં લટાર મારતો આ દીપડો ટેબલ અને પ્લાસ્ટિકની ખુરશીઓ પાસે લાંબો સમય રોકાયો હતો. આ વિસ્તારમાં દીપડો દેખાવાની આ પ્રથમ જ ઘટના હોવાથી સ્થાનિક રહીશોમાં આશ્ચર્ય સાથે
ભયનો માહોલ છે.


comments powered by Disqus