પાકિસ્તાન સાથે સંબંધોની હિમાયત કરતા મોહન ભાગવત

Wednesday 17th June 2026 06:29 EDT
 
 

નાગપુરઃ આરએસએસ ચીફ મોહન ભાગવતે સંઘના જનરલ સચિવ દત્તાત્રય હોસાબલેના પાકિસ્તાન સાથે વાટાઘાટની ભલામણ કરતાં નિવેદનોને સમર્થન આપતાં જણાવ્યું કે સંગઠન કોઈ સ્વતંત્ર વિદેશનીતિ નથી ધરાવતું. થિરુવનંથપુરમમાં ભાગવતે સ્પષ્ટતા કરી કે આરએસએસ પડોશી દેશો પ્રત્યે સરકારે અપનાવેલા વલણને ટેકો આપે છે. તણાવપૂર્વકના સંબંધો છતાં પાકિસ્તાનમાં એવી પણ વ્યક્તિ છે, જે ભારતના ભાગલા તેમજ બે રાષ્ટ્રના સિદ્ધાંત સામે સવાલ ઉઠાવી રહ્યા છે. તેમના મતે અનેક પાકિસ્તાનીઓ માને છે કે સહઅસ્તિત્વ બહેતર હતું અને તેઓ આરએસએસ તેમજ તેની ગતિવિધિઓની પ્રશંસા પણ કરી રહ્યા છે.


comments powered by Disqus