વડોદરામાં બનેલા સ્વદેશી મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન C295નું સફળ પરીક્ષણ

Wednesday 17th June 2026 05:56 EDT
 
 

વડોદરાઃ ભારત માટે મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન બનાવવા સ્પેન સાથે કરાર બાદ વડોદરાના ટાટા-એરબસના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઇન ઈન્ડિયા મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ -C295 બનીને તૈયાર થઈ જતાં ટેસ્ટ ફ્લાઇટ કરાઈ હતી. મહત્ત્વનું છે કે, સ્પેન સાથે ભારતનાં 56 વિમાન માટે કરાર થયેલા છે, જેમાં 16 એરક્રાફ્ટ સીધા એરબસથી ભારત આવશે, જ્યારે બાકીનાં 40 ભારતમાં જ બનશે.
વડોદરાથી વિમાનની ટેસ્ટ ફ્લાઇટ
વડોદરામાં ટાટા એરબસના પ્લાન્ટમાં તૈયાર થયેલા મેડ ઈન ઇન્ડિયા C-295 એરક્રાફ્ટ તૈયાર થતાં વડોદરા એસેમ્બલી લાઇનથી ટેસ્ટ ફ્લાઇટ કરાઈ હતી. આ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટને વિમાનના ઉત્પાદન પછીના તબક્કામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વડોદરામાં થયેલી ટેસ્ટ ફ્લાઇટનો વીડિયો એરબસ, ઇન્ડિયન એરફોર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયો છે. 2024માં ભારત અને સ્પેનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરાયું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓક્ટોબર 2024એ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે ભવ્ય રોડ શો અને ત્યારબાદ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું.
સ્પેન 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો કરાર
સ્પેન અને ભારત વચ્ચે વડોદરામાં મેડ ઇન ઇન્ડિયા 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરાયો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવાશે, બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવાશે. દેશમાં પ્રથમ વખત પ્રાઇવેટ કંપની સેના માટે વિમાન બનાવશે. આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇનલ એસેમ્બ્લી લાઇન છે, જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી સૈનિકો, હથિયારો, ઇંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં
મદદ કરશે.


comments powered by Disqus