સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી

Wednesday 17th June 2026 05:56 EDT
 
 

સુરતઃ ઉતરાણ વિસ્તારમાં 11 જૂને એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરીની કોહવાયેલી લાશ મળી આવી. મૃતકના ભાઈએ કહ્યું કે, તે માનસિક અસ્વસ્થ હતો, અગાઉ પણ એક-બે વાર ઘરેથી નીકળી ગયો હતો. તેને કોઈએ જબરદસ્તી ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય. કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિકોને આ અંગે જાણ થઈ હતી.


comments powered by Disqus