જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરમાં શહીદ સ્મારક પર થયેલા પ્રદર્શન દ૨મિયાન ‘કોક્રોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દિપકેને કેટલાક યુવકોએ થપ્પડ મારી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલામાં 2 યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, દિપકે જ્યારે પ્રદર્શન સ્થળે પહોંચ્યા ત્યારે ભીડમાં હાજર કેટલાક યુવકોએ તેમને થપ્પડ મારી દીધા હતા. ઘટના બાદ દિપકેના સમર્થકોએ આરોપીઓને પકડી લીધા અને તેમની સાથે મારામારીકરી હતી અને બાદમાં પોલીસને સોંપી દીધા હતા.

