અમદાવાદ: અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર, મોટા ગજાના સારસ્વત, અનેક વિષયોનું અદભુત જ્ઞાન ધરાવતા પ્રોફેસર જયંત જોશીનું 9 ફેબ્રુઆરીએ અમદાવાદની હોસ્પિટલમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને શિક્ષણ-સાહિત્ય વારસામાં મળેલાં, જે તેમણે તેમના હજારો વિદ્યાર્થીઓને વારસામાં પણ આપ્યાં. મૂળ મહારાષ્ટ્રીયન જયંત જોશીએ ગુજરાતના જાણીતા કેળવણીકાર યશવંત શુક્લનાં દીકરી નીલાબહેન સાથે લગ્ન કર્યાં હતાં.

