જામનગરઃ ફરી એકવાર જામનગરમાં સેલિબ્રિટીઓના જમાવડો થયો, જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ક્રિકેટર પુત્ર અર્જુનના પ્રિવેડિંગ માટે આખો પરિવાર જામનગરનો મહેમાન બન્યો. રવિવારે સચિન તેંડુલકરના પરિવારની સાથે યુવરાજસિંહ પણ પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ અર્જુન તેંડુલકરના પ્રિ-વેડિંગ માટે આવ્યા હોવાનું અને અંબાણી પરિવારના મહેમાન બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સચિન અને યુવરાજના જામનગર આગમનના કારણે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમણે આ બંને દિગ્ગજોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ સીધા રિલાયન્સ જવા માટે રવાના થઈ ગયા હતા.

