• ઝિમ્બાબ્વેમાં પ્રમુખનું શાસન 2030 સુધી લંબાવાશેઃ ઝિમ્બાબ્વેમાં 83 વર્ષીય પ્રમુખ એમર્સન એમનાન્ગાગ્વાનું શાસન 2030 સુધી લંબાવવાના બંધારણીય પ્રસ્તાવને કેબિનેટ દ્વારા બહાલી આપી દેવાયા પછી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આ દરખાસ્ત હવે પાર્લામેન્ટ સમક્ષ મૂકાશે, પરંતુ શાસક Zanu-PF પાર્ટી તરફેણમાં હોવાથી તે પસાર થવાની ભારે સંભાવના છે. બંધારણમાં પ્રમુખના સત્તાકાળની પાંચ વર્ષની મર્યાદા દૂર કરી સાત વર્ષની કરવા અને વર્તમાન પ્રમુખને તેનો લાભ આપવાના ફેરફાર કરાનારા છે. બંધારણમાં અન્ય ફેરફાર પ્રમુખની પસંદગી મતદારો દ્વારા નહિ, પરંતુ પાર્લામેન્ટ દ્વારા કરવા તેમજ પ્રેસિડેન્ટને વધુ 10 સેનેટર નિયુક્ત કરવાની સત્તા આપવા સંબંધિત છે. વિરોધપક્ષોએ આ પ્રસ્તાવને બંધારણીય બળવા તરીકે ગણાવતા જણાવ્યું હતું કે આ ફેરફારો પર રાષ્ટ્રીય જનમત લેવાવો જોઈએ. ફેરફારોના વિરોધમાં દેખાવોના પ્રયાસોમાં સંખ્યાબંધ લોકોને જેલમાં નાંખી દેવાયા હતા.
