નાઈરોબીઃ વરસાદની સૌથી ખરાબ સીઝન પછી 2025ના અંતે કેન્યામાં દુકાળ ગંભીરપણે આગળ વધી રહ્યો છે. દેશના ઉત્તરના પ્રદેશોની સરખામણીએ ઓછો દુકાળ ધરાવતા વિસ્તારોમાં પણ દુકાળ જોવા મળેલ છે. WHO ના જણાવ્યા અનુસાર મોટા ભાગના વિસ્તારોમાં ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચેના ગાળામાં 30થી 60 ટકા ઓછો સરેરાશ વરસાદ નોંધાયો હતો. આના પરિણામે, પૂર્વ કેન્યાના વિસ્તારોમાં 1981 પછી સૌથી સુકી વરસાદી સીઝન જોવા મળી હતી.
મધ્ય અને સાઉથ કેન્યામાં વાજિર. ગારિસ્સા, કિલિફી, માર્સાબિટ, કિટુઈ, ક્વાલે, કાજિઆડો, આલીઓલો અને્ ટાનાી રિવર સહિત 10 કાઉન્ટીઝને ઓછાં વરસાદની સમસ્યા નડી છે. આ કાઉન્ટીઓને એલર્ટના તબક્કામાં મૂકાઈ છે જ્યારે જાન્યુઆરીમાં માન્ડેરા કાઉન્ટીમાં દુકાળ ઈમર્જન્સી જાહેર કરાઈ છે. માસાઈ સહિત વિચરતી જાતિના સમૂદાયોને સૌથી વધુ અસર પહોંચી છે. દુકાળના કારણે ગાય અને બકરીનાં પશુધનને ગુમાવવું પડ્યું છે.
