ગિફ્ટ સિટીના ચેરમેનપદે ઉદય કોટકની નિમણૂક

Wednesday 18th February 2026 05:23 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટી (ગિફ્ટ સિટી)ના ચેરમેન તરીકે ખાનગી ક્ષેત્રે જાણીતી કોટક બેન્કના સ્થાપક તથા ઉદ્યોગપતિ, નીતિ અને ફાઇનાન્સિયલ બાબતોના નિષ્ણાત ઉદય કોટકની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી નિમણૂક કરી છે.  તેઓ મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર અને પૂર્વ કેન્દ્રીય નાણાસચિવ હસમુખ અઢિયાનું સ્થાન લેશે. જૂન 2023માં અઢિયાની ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હતી. હવે ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે વધુ સક્રિય કરવા તેમજ તેની એક આગવી ઓળખ ઊભી કરવાના પ્રયાસોના ભાગરૂપે આર્થિક અને નાણાકીય, બેન્કિંગ બાબતોના નિષ્ણાત એવા કોટકને ચેરમેનની જવાબદારી સોંપી સમગ્ર સેટઅપમાં વધારે પ્રોફેશનાલિઝમ લાવવાના પ્રયાસ તરીકેનું પગલું જોવામાં આવી રહ્યું છે.


comments powered by Disqus