ગુજરાતની 7થી વધુ કંપનીએ રૂ. 200 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું

Wednesday 18th February 2026 05:23 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાંથી 7થી વધુ કંપનીઓ-ઉદ્યોગગૃહોએ રાજકીય પક્ષોને ચૂંટણી ટ્રસ્ટ મારફતે રૂ. 200.5 કરોડનું ચૂંટણી ફંડ વર્ષ 2024-25 દરમિયાન આપ્યું છે. આમાં 47 ટકા એટલે કે રૂ. 94.5 કરોડનું દાન ટોરેન્ટ જૂથ દ્વારા તેની બે કંપનીઓ-ટોરેન્ટ પાવર લિમિટેડ અને ટોરેન્ટ ફાર્મા લિમિટેડ મારફતે અપાયું છે. જ્યારે બીજા નંબરે લક્ષ્મી મિત્તલના જૂથ આર્સેલર મિત્તલે રૂ. 50 કરોડનું ચૂંટણી ફંડ આપ્યું છે. ગુજરાતમાંથી તમામ કંપનીઓ-ઔદ્યોગિક જૂથોએ તેમનું ચૂંટણી ફંડ પ્રૂડન્ટ ચૂંટણી ટ્રસ્ટને આપ્યું છે. આ ટ્રસ્ટને કઈ કંપની દ્વારા મળેલું ચૂંટણી ફંડ કઈ રાજકીય પાર્ટીને ગયું તે સીધેસીધું જાણી શકાતું નથી. પરંતુ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો રિપોર્ટ એવું કહે છે કે, 2024-25માં પ્રૂડન્ટ ચૂંટણી ટ્રસ્ટમાં તમામ રાજ્યોમાંથી કુલ રૂ. 2668 કરોડનું ફંડ વિવિધ કંપનીઓએ જમા કરાવ્યું હતું અને આ એકત્રિત ભંડોળમાંથી 82 ટકા ભંડોળ એટલે કે રૂ. 2180 કરોડ ભાજપને મળ્યા હતા. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને રૂ.216.335 કરોડનું ભંડોળ મળ્યું હતું.


comments powered by Disqus